Gujarati Quote in Quotes by Sangita Modi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુણીજનોના ગુણગાન કરવા તે સમ્યક દૃષ્ટિનું આચાર છે.ગુણગાન કરવામાં મૌન રહેવું નહિં. કોઈને ધન્યતા આપવામાં કંજૂસાઈ કરવી નહિ. કોઈ વ્યકિતએ દાન આપેલ હોય તો તેને ધન્યતા આપી, આભાર માનવો જોઈએ.કોઈએ આપણને ‘કડવા’ શબ્દો કીધા તે મનમાં સંગ્રહિત કરી રાખવા તે પણ પરિગ્રહ છે. આ શબ્દો આપણા મનમાં કલુશિતતા ઉત્પન્ન કરે છે. કોઈએ આપણને ‘કડવા’ શબ્દો કીધા જેમ કે, બાલુ ચોર છે, તે હરામી છે, તેનો વિશ્વાસ કરાય નહિ, તેનો ભરોષો નહિ, વિગેરે વિગેરે.આ સાથે બાલુ પોતાનો સમભાવ જાળવી રાખે, અને સામી વ્યકિતને એકપણ શબ્દ ન કહે તો તેના કર્મ ખપે છે. સહન કરી લેવું, જતું કરવું નિભાવી લેવું વિગેરે કરવાથી સમાધી પ્રાપ્ત થાય છે. સાધનામાં આગળ વધાય છે.બીજાના દોષો,અવગુણો, ભૂલો આદિ પ્રત્યે અણગમો તે ક્રોધ છે. એ પણ એક પ્રકારનો વિસમભાવ છે. સ્વયંમાં જે ભૂલ હોય તે સુધારવાની છે. બીજાના દોષો જોતા રહેવા અને પોતાને મહાન ગણવા તે વિસમભાવ છે.વ્યકિત પાસે અપેક્ષા રાખવી તે જ દુઃખનું ખરું કારણ છે. આપણી અપેક્ષાઓ સંતોષાય નહિ તેથી આપણને દુઃખ થાય છે. જો તમે સામેની વ્યકિત પાસે કોઈ અપેક્ષા જ ન રાખો તો તમારા જીવનમાં સુખ જ સુખ છે.

Gujarati Quotes by Sangita Modi : 111035718
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now