જીંદગી નું મૂલ્ય...
ભણવાનું પૂરું કર્યું ને પૈસા કમાવા માટે ધંધો ચાલુ કૅયો ને ધંધા એ સારું એવું જોર પકડ્યું ને ધીમે ધીમે હું મારો ધંધો વધારતો ગયો ને મારી જીંદગી માં શોભા આવી ને એને મારી જીંદગી નો અર્થ જ બદલી નાખ્યો શોભા મારી પત્ની જ નહી મારી મીત્ર,મારી માં, મારી હમદૅદ બની ને આવી હતી હું ધંધા ની પાછળ ગાંડો રેતો ને એ મારી પાછળ સવારે નાઇને આવુ ને મારા કપડાં તૈયાર હોય ..તૈયાર થઈ જાઉં ત્યા સુધી માં નાસ્તો તૈયાર હોય.. નાસ્તો કરુ ત્યા સુધી માં મારું ટીફીન ને ધડિયાળ સાથે રૂમાલ લઇ ને મને સોંપે ને કપાળ પર ચુંબન i love you કહે ને હું ગાંડો કામ નું મોડુ થાઈ છે એમ કહી નીકળી જાતો એવું નહોતું કે એને હું પ્રેમ નહોતો કરતો પરંતુ મારા માટે એ સમયે પ્રેમ પહેલા કામ નું મહત્વ હતું આમ જ જીંદગી ચાલતી હતી ને એક દિવસ મારી શોભા એ સારા સમાચાર આપ્યા અમારી જીંદગી માં નાનું મહેમાન આવાનું હતું ને હું ફૂલ્યો નહોતો સમાતો .. થોડા દિવસ તો ધ્યાન રાખતો લાડ લડાવતો ને પાછો હું કામ માં પરોવાતો ગયો ને ફરી એ મારી ને પોતાની જવાબદારી સંભાળવા લાગી એ મને હંમેશા કેતી સાવ નાના છોકરા જેવા છો ... હું નહીં હોઉં તો તમારું શું થશે ..એમ કહેતી ત્યારે હું એના ખોળામાં માથું મૂકી ને કહેતો તું છે ને મને સાચવવા પછી મને સેની ચિંતા હોય...ને એ મને જોયા કરતી દિવસો વિતતા જતા હતા ને શોભા ને પુરા મહિના બેસી ગયા હતા તો પણ એ બધું જ કામ કરતી ને મને વિશેષ રીતે સાચવતી .. આજે પણ રોજ ની મુજબ નાવા ગયો ..ને મારી બહુ જ ખરાબ આદત હતી હું નાયા પછી શરીર લુછયા વગર જ રૂમાલ બાંધી કપડાં પહેરતો શોભા મને બહુ ખજાતી કેમ કે અમારા બેડરૂમમાં ટાઇલ્સ લાગેલી હતી જેથી કેટલીક વાર લપસતાં લપસતાં બચી છે ...પણ હું આ બધું મજાક માં કાઠતો.. ને આજે તો મને ઉતાવળ હોવાથી હું જલ્દી તૈયાર થઈ નીકળી ગયો ને બસ માં આજે મન નહોતું શોભા ને આવી હાલત માં છોડી બહાર જવાનું ગમતું નહોતું કામ ને લીધે જવું જરૂરી હતું ... હું અમદાવાદ પહોંચી મીટીંગ માં પરોવાયો મારા મોબાઇલ પર દિનાબેન ધર ની કામવાળી ના કોલ આવતા હતા કામ માં હોવાથી રીસવ ના કયૉ મીટીંગ પત્યા પછી મેં બહુ જ કોલ કૅયા પણ રીસીવ ના કયૉ ને હું ઘરે જવા નીકળી ગયો હતો ને હું બસસ્ટેશન પહોંચ્યો ત્યારે દિનાબેન નો કોલ આવ્યો ને કહ્યું આરવભાઈ તમે સીધા દવાખાને આવજો ઘરે નાં જતા ને મેં વિચાર્યું શોભા ને મારું બાળક ને હૅષઘેલો થાતો દવાખાને પહોંચ્યો ત્યાં દિનાબેન હાજર જ હતા એમના ચહેરા સામે જોયા વગર જ હું એમના હાથ ના ઇશારે બતાવેલા રૂમ માં દાખલ થયો રૂમ શાંત હતો ને શોભા સુતી હતી મેં શોભા ને ધ્યાન થી જોયા વગર જ બાજુ માં પડેલા ઘોડિયા માં હાથ લંબાવ્યો પણ કંઈ સ્પસૅ ના થતા ઉભા થય જોયું પણ ઘોડિયુ ખાલી હતું મેં શોભા ને સહેજ ઊંચા અવાજે પૂછ્યું શોભા આપણું બાળક ... આટલું સાંભળતા દિનાબેન અંદર આવ્યા ને કહ્યું આરવભાઈ હદય પર પત્થર રાખી લો તમારો માળો પીંખાઈ ગયો છે આપણા શોભાબેન...