દરેક સાંજે એક બહાનું શોધું છું
એ જિંદગી હું તારું જ સરનામું શોધું છું
પારેવા તો પાછા આવી જાય છે સાંજ માં
એ ખાલી પડેલા માળા ને શોધું છું
પાનખર ના પત્તાઓ નો વિદાય જોઉં છું
પછી એ વસંત નો વહાલ શોધું છું
ગીર ના જંગલો ની એ શાન્તિ જોઉં છું
પછી એ સાસણ ના સિંહની ગર્જના શોધું છું
'અજ્ઞાત' ની કલમો ના કાગળ ને જોઉં છું
પછી એમાં છુપાયેલા દર્દ ને શોધું છું