કેવા રસ્તે લઈ જશે તારો પ્રેમ..તારા વીના?
દર દર ભટકાવશે તારો પ્રેમ..તારા વીના..
રોજ સવારે જ્યારે ખુલશે મારી આંખ..
થાશે મને તારો જ આભાશ.
શોધીશ તને હૂં બેબાકળી બની..
જડશે નહી તુ મારા આસપાસ..
બહુ જ રડાવશે તારો પ્રેમ..તારા વીના..
ભરબજારે જ્યારે પકડવા જઈશ તારો હાથ
જડશે નહીં મને તારો સંગાથ...
રસ્તો ભટકાવશે મને તારો પ્રેમ..તારા વીના....
જ્યારે જોઇશ પોતાને અરીસા માં..
ક્યારેક જડી જશે તું મને મારા માં..
તારા થી ભેટો કરાવશે તારો પ્રેમ...તારા વીના...
ફરી જીવતાં શીખવાડ્શે તારો પ્રેમ...તારા વીના...