# kavyotsav
કેમ બને ?
તું યાદ કરે ને હું યાદોમાં ન આવું એવું કેમ બને?
આપણાં સંબધો હતાં આ જન્મના,
પંણ આ સંબધો બન્યાં જન્મોજન્મના,
તો આવતાં જન્મમાં ન મળું એવું કેમ બને??
તું યાદ કરે ને હું યાદોમાં ન આવું એવું કેમ બને?..
તરસ્યો હતો હું પ્રેમરૂપી જળનો,
તેં જ વરસાવી દિધું આ પ્રેમરૂપી 'જળ'મારા પર,
તો હું ના ભીંજાવું આ પ્રેમરૂપી જળથી એવું કેમ બને???
તું યાદ કરે ને હું યાદોમાં ન આવું એવું કેમ બને?...
દિલથી કહું છું ઓ 'પ્રિયાશી'તુજને,
ચાહું છું મુજ જાતથી વધારે તુજને,
એટલે જ કહું છું તું ચાહે જો મુજને,
ને હું ચાહત ન બનું એવું કેમ બને??
તું યાદ કરે ને હું યાદોમાં ન આવું એવું કેમ બને???......
- mahender