ચાલ એક હાથ તારો ને એક હાથ મારો..
દોસ્તી રૂપી રસ્તા નો લઈ એ સહારો...
ચાલ એક બાજી તારી ને એક બાજી મારી..
દુઃખ ને હરાવી ને ખુશી ઓ લઈએ તાણી...
ચાલ એક વચન તારુ ને એક વચન મારુ..
સબંધો ના મુકામે તું જ મારો વિશ્વાસુ...
ચાલ એક તાળી તારી ને બીજી તાળી મારી..
બન્ને મળીને હાલ જિંદગી ને દઈએ હાથતાળી....
ચાલ એક વાત તારી ને એક વાત મારી...
વાતો થી જ કરીએ આ જીવન ની ઉજાણી...
#kavyotsav