Gujarati Quote in Shayri by Dr Vrunda Joshi

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને આજે પણ સતાવે છે...

એ ભીંજાયેલા દિવસોની યાદ,
એ શરમાયેલી આંખોની ફરીયાદ;
મને આજે પણ સતાવે છે.

એ છુપતાં-છુપાતાં નજરો નાં તીર,
એ કશુંક કહેવા માંગતાં નયનો નાં નીર;
મને આજે પણ સતાવે છે.

એ અધર પર રહેલી અધૂરી વાત,
વીચારો નાં વમળો માં ઉઠતો ઝંઝાવાત;
મને આજે પણ સતાવે છે.

એ સ્નેહ થી થયેલાં સંબોધન ની શરૂઆત,
અને વ્યર્થ ઝઘડાઓ ની રજૂઆત;
મને આજે પણ સતાવે છે.

જ્યમ પ્રથમ મેઘ ની મઘમઘતી સુવાસ,
અને પ્રત્યક્ષ પહોંચવાની આદત ;
મને આજે પણ સતાવે છે.

પહેલી વાર લાગણી અથડાયા ની વાર,
અને ઉજવેલા એ દિવસો ની યાદ;
મને આજે પણ સતાવે છે.

#kavyotsav
- ડૉ. વૃંદા જોષી

Gujarati Shayri by Dr Vrunda Joshi : 111034718
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now