#kavyotsav
ભલ ઘોડા ને વલ બંકડા, તારે હલ બાંધવા હથિયાર;
તારે જાજા ઘોડામાં જીકવું, મરવું એકજ વાર.
કાંઉ જાજા કાગોલીયા, કાંઉ
જાજા કપૂત,
હકડી સી મૈયણ ભલી, ને હકડો ભલો
સપૂત.
નેક, ટેક ને ધરમ ની, આંયા તો પાણે
પાણે વાત,
સંત ને શૂરા નિપજાવતી અમારી
ધરતી ની અમીરાત.