પ્રેમ
પ્રેમ એટલે શું?
આમ તો સમજવું અધરુ છે...
છતાં પણ મને લાગે છે,
પ્રેમ એટલે
તારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ સાનિધ્યમાં મને..
શંકા રહિત સાધુ જેવો અને
એક બાળક જેવો નિદોષ ..
બની જવા મજબૂર કરનાર
એક એવું તત્વ.
જે પ્રેમીની
પળપળની ખૂશી સાથે જોડાયેલું છે..
કદાચ એટલે તું કે હું જયારે પણ
ખૂશ હોઈએ છીએ ત્યારે........
જયારે હ્હદયમાંથી ઊર્મિ નું એક નિતાંત ,નિસિમ
સંતોષ ને અનુભવ કરતું એક સ્પદન
એટલે પ્રેમ.