Gujarati Quote in Shayri by Simran Jatin Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કાવ્યોત્સવ ....

પ્રેમ લાગણી સંબંધ....

શ્યામની ગોરી....??

તું શે'રનો શ્યામ છોરો ને હું ગામની ગોરી છોરી...
આપણો ક્યાંય મેળ નહીં...

તું લાગે સૂટબુટ માં મદમસ્ત હીરો...
ને હું લાગતી ઘાઘરાચોલીમાં નમણીનાર...

તું ફટફ્ટ ઈંગ્લીશમાં વાતુઓ કરે...
ને હું બકબક કરતી દેશી ગામઠીમાં...

તું ચપચપ ચાઈનીશ ચટ્ટ કરી જતો...
ને હું હળવેક ખાતી રોટલોને છાશ...

તું પગ પર પગ ચઠાવી બોસ બની બેસતો ટેબલે...
ને હું સતત ઉભે પગે ખેતરે કરતી કામ...

તું દોસ્તો સાથે પિચ્ચર જોવા જાતો...
ને હું સખીઓ સાથે મેળે ઘૂમતી...

તું કંટાળીને સૂતો એસીમાં લંબાઈને...
ને હું થાકીને સૂતી લીમડાની છાંયમાં...

તું એકલો હો ઉદાસ ત્યારે,
શે'ર થઈ દૂર ગામ આવી નદીકિનારે બેસતો...
ને હું ગામથી દૂર શે'રના મોટા રસ્તાએ બેસતી...

તું શે'રનો શ્યામ છોરો ને હું ગામની ગોરી છોરી...
આપણો ક્યાંય મેળ નહીં...

તોયે સૂરજ ઢળતા પાછા ઘર ફરતા...
આપણો થયો ભેટો...

ને તું મારી ને હું તારી...
નજરોથીજ એક બની ગયા...
જાણી નયનો ની નમીને...
હૃદયની ભીનાશથી...

તું શ્યામ કાનો મારો ને હું ગોરી રાધા તારી...
#સાંઈ સુમિરન....

         

Gujarati Shayri by Simran Jatin Patel : 111034539
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now