Gujarati Quote in Shayri by Simran Jatin Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કાવ્યોત્સવ ...
પ્રેમ લાગણી સંબંધ...


દર્દ માં કણસતા દિલ ને પૂછો કે દર્દ શું હોય??

પાણી વિના તરફળિયા મારતી માછલી....
પાણી માં ડૂબતો એ જીવ જે બહાર આવવા મથતો....
ખુદ પોતાની જાતને પાણી ને હવાલે કરતો કોઈ જીવ....
એ ભિખારી જેની પાસે ભીખ માંગવા પણ હાથ નથી....
એ હાથ કે જેને પોતાના પુત્ર ને કાંધ આપવી પડે....
એ માં કે જેને પોતાની પુત્રી કૂખ માં જ મારી નંખાવવા માં આવે....
એ ભાઈ કે જેની ક્લાઈ રેશમ ના એ ધાગા થી ખાલી રહેતી...
એ બહેન કે જેને માબાપ પછી આ દુનિયા માં કોઈ પોતાનું કહી શકાય એવું હોતું જ નહીં....
કાંટા વાગેલા પગે પણ હસીને મંજિલ પાર કરતો માનવી....
એ માં જેની છાતી તો દૂધ થી ભરેલી છે પણ એને પાવા એનું બાળક આ દુનિયામાં રહ્યું નથી....
એ બાળક કે જે જન્મતા ની સાથે જ અનાથ થઈ જાય.....
દીકરી ની વિદાય વેળા એ રોકી રાખેલા બાપ ના એ આંસુ નું પુર....
એ શહીદ કે જેને નસીબે જેના માટે એ મર્યો એ ધરતી પણ નથી.....
એ સ્ત્રી જે સવારે વધૂ અને ઢળતી સાંજે વિધવા થઈ...
એ દિલ જેની પર આપણે મરતા હતા એ દિલ હવે ક્યારેય ધબકશે નહિ.....
એ પગ જે પેટ માં લાત મારતા તો માબાપ ના મન માં ખુશી નોહતી સમાતી જે સમય આવ્યે મોંઢા પર લાત મારી ને ઘર બહાર કરી દે છે.....
એ શ્રદ્ધા જે માનવી ને ગમે તેવા સંજોગોમાં અડગ રાખતી તે જ ક્યારેક એને નાસ્તિક બનાવી નાંખતી....
એ સ્ત્રી જે પોતાની જાતને ભૂલી ને પરિવાર ને આખું જીવન સમર્પિત કરતી તોય લોકો કેહતા તે કર્યું જ શું છે?
#સાંઈ સુમિરન...

Gujarati Shayri by Simran Jatin Patel : 111034519
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now