#KAVYOTSAV
નજરોમાં મારી અને દિલમાં બીજાની
વાત તો તમારી નિરાળી જ નિરાળી!
જોઉં છું જ્યારે તમારી લહેરાતી ઝુલ્ફો
તો લાગે છે જાણે વાતાવરણમાં હરિયાળી જ હરિયાળી!
જમ્યા બાદ લોકોને મળે ઘણી જાતનાં મુખવાસ
મને તો મળે છે માત્ર વરિયાળી જ વરિયાળી!
નસીબમાં નથી તો નહીં જ મળે
એમાં વળી શાની કરવી ચીચીયારી જ ચીચીયારી?
દુઃખે છે પેટ અને ફૂટે છે માથું
આવી તો કાંઇક છે આપણી અધિયારી જ અધિયારી!
દિલ ખોઈને પાછું મેળવવા ફરિયાદના ફોર્મ ભર્યા
એ ફોર્મમાં પણ નીચે સહી તમારી, અણિયાળી જ અણિયાળી!
નજરોમાં મારી અને દિલમાં બીજાની
વાત તો તમારી નિરાળી જ નિરાળી!
-સાગર બી.ઓઝા