#KAVYOTSAV
શા માટે જીંદગી તું એ મોડ પર મળે છે?
મંઝિલ નથી જ્યાં મારી,ત્યાં ચહીને તું વળે છે...
દુશ્મન હતા બનાવ્યા,જેને દુહાઇ આપી
તેઓને માટે આજે કંઇ બહુ જ જીવ બળે છે...
જાણ્યાં છતાં અજાણ્યા,ગમગીન તોયે હસતાં
મહોરાઓ જેવા ચહેરા,એકબીજાને રોજ મળે છે...
વહેંચે છે છુટ્ટા હાથે,જીંદગી મને તું જખ્મો
તૈયાર છે ત્રણ ચાર, એકની જ્યાં કળ વળે છે!!!
---Nruti Shah...