#Kavyotsav
શું ખોટું.?
ખમોશ નિગાહોની વાતો સંભળાય મને તો શું ખોટું.?
બેખોફ ધબકતું તુજ હૈયુ વરતાય મને તો શું ખોટું.?
નયનોથી વાત બધી બોલો,
હૈયાના ભેદ બધાં ખોલો,
કંપન આ તારા હોઠોનું કહી જાય બધું તો શું ખોટું.?
ઇચ્છાને ઘણી દાબી તો પણ
તારા કાબૂમાં તુ જ નથી
મળવા મુજને પગલાં તારા મંડાય હવે તો શું ખોટું.?
મગરૂરી ખોટી છોડી દે,
બંધન મુજ સંગ તુ જોડી દે,
આ જન્મારો મારી સંગે રહી જાય હવે તો શું ખોટું.?
હૈયાના સૌ કોઇ દર્દો
આંખે ઝબકારા મારે છે,
નયનોના ઓજસ બિંદુ સૌ રેલાય હવે તો શું ખોટું.?
અંતરથી અંતર મળવા દે,
મને તારી સાથે ભળવા દે,
તુ મારી જીવનસંગિની થઈ જાય હવે તો શું ખોટું.?
પથ્થરથી બનેલી દુનિયામાં
પથ્થરના બનેલા સૌ કોઇ
ધબકારતા આપણા હૈયાઓ જોડાય હવે તો શું ખોટું.?
જીવનના ભરોસામાં સાગર
બેઠાં છે નિરાંતે સૌ કોઇ
જીવન જાતે મૃત્યુ સંગે લઈ જાય હવે તો શું ખોટું.?
***********