#કાવ્યોત્સવ ...
પ્રેમ લાગણી સંબંધ...
એય દિલ...
જીવવા દેને મને આમ જ આ દુનિયામાં...
મારા પર કોઈ દોષ ન લગાવ...
એકવાર તો બધાં થી...
કોઈને કોઈ ભૂલ થતી જ હશે ને...
ને મારાથી આ ભૂલ થઈ ગઈ...
નહીં તો કોઈ કેમનું કોઈને બેપનાહ ચાહી શકતું...
એ જિંદગી...
તું જ કે, પ્રેમ એ કોઈ ગુનો છે?
જીવવા દેને મને આમ જ આ દુનિયામાં...
મારા પર કોઈ દોષ ન લગાવ...
એકવાર તો બધાં થી...
આ ભૂલ થતી જ હશે ને...
પોતાની જ સાથે કોઈ પ્રેમભરી વાતો કરી કેમનું જીવે...
પ્રેમ તો જિંદગી માટે જરૂરી છે ને...
ને એના માટે કોઈક નું હોવું એટલુંજ જરૂરી છે...
એ જિંદગી...
તું જ કે હવે...
આ દિલ શું કરે?
દિલ ને કોઈ સારું લાગે...
કોઈ ગમી જાય...
કોઈ સારું ન હોય તો પણ...
દિલ ને તો એજ સારું લાગતું હોય...
દિલને ઉડવા માટે આકાશ જોઈએ...
ને એક હાથ પકડનાર સાથી પણ...
દિલના દરવાજા માંથી નીકળતું...
કોઈ એક હમસફર જોઈએ...
એ મને જિંદગી ના બધાંજ...
મુકામે હંમેશ સાથ આપતું રહે...
એવું જ કોઈ એક મને સાથી...
જીવનસાથી જોઈએ...
એ જિંદગી...
તું જ કે, મારુ દિલ શું કરે?
એ તો એને જ પ્રેમ કરી બેઠું છે...
જે પ્રેમ ના અસ્તિત્વ ને જ માનતો નથી...
જીવવા દેને મને આમ જ આ દુનિયામાં...
મારા પર કોઈ દોષ ન લગાવ...
એકવાર તો બધાંથી...
કોઈને કોઈ ભૂલ તો થતી જ હશે ને...
ને મારાથી આ ભૂલ થઈ ગઈ...
નહિ તો કોઈ કેમનું કોઈને બેપનાહ ચાહી શકતું...
એ જિંદગી...
તું જ કે, પ્રેમ એ કોઈ ગુનો છે?
#સાંઈ સુમિરન...