#Kavyotsav
એક દિવસ
બસ એક દિવસ
એનાથી અલગ થવાનું જ હતું
જીવવાનું તો એમાં ક્યાં હતું
ને કોઈ શરતો કોઈ બંધન પણ ન હતું
એક દિવસ તો એનાથી સાવ અલગ થવાનું જ હતું.
હા,
એ વાત અલગ છે
કે અલગ થયા પછીથી પણ કોઈ અલગ થતું નથી.
ક્યાંક કોઈ એકાંત ખુણામાં આંખો છલકાઈ આવે
તો ક્યારેક હસવામાં આંખો ભીંજાઈ જાય
કોઈની વાતો થતી હોય
ને ધ્યાન ક્યાંય ને ક્યાય હોય
આંખો ખુલી હોય ને બસ એમ જ બેસી રહેવાય
કોઈ સંધ્યાએ અચાનક પગ બેચૈન બની ચાલવા લાગે
તો ક્યારેક
બિસ્તરમાં આળોટવા છતાંય આંખોથી નીંદ દૂર થઇ જાય.
પણ
એક દિવસ તો તેને ભૂલવાનું જ હતું ને
આ એજ દિવસ છે
જ્યાં તેની તીવ્ર યાદો વચ્ચે હું એકલી
એકાંતમાં
ભીંતો સાથે વાતો કરું છું અને
આંખો તે જોઈ ભીંજાયા કરે છે.
-
'નવ્યાદર્શ '
Email : navyadarsh67@outlook.com