#Kavyotsav
પરિચિત દુનિયા
તારા શહેરમાં આવીને હું શું કરું ?
તા શહેરની ગલીઓ, રસ્તાઓ
બધું અજાણ્યું છે મારા માટે,
અને તું !
તારા હોવાથી કંઈ શહેરની ગલીઓ,
રસ્તાઓ પરિચિત નહીં બની જાય.
તું જે રસ્તા પરથી લઇ જાય છે મને
ત્યારે હું તને જોઉં કે રસ્તાઓને ?
તું જે ગલીઓ, બાગમાં મને લઇ જાય છે
હું તને અનુભવું કે બાગ-ગલીઓને ?
તું એટલી પ્રતીક્ષા ન કર મારી,
ન કોઈ જીદ્દ કર,
હું બહુ દૂર છું, મને તું સ્વપ્નાઓ ન બતાવ મને
કારણ કે,
હું જ્યાં રહું છું, એ પરિચિત દુનિયામાં
મારા કોઈ સપનાઓ મારા નથી.
• નવ્યાદર્શ
Email : navyadarsh67@outlook.com