#kavyotsav
આજ હું રીસાણી તારાથી
આજ હું રીસાણી.
રોજ આખો દિન શીદને રહો છો મારી કને?
ના મનાવવા આવ વારંવાર તું મને.
જાણી બુઝી ને આજ રીસાણી રે....
મારો નજાકત ભર્યો સ્પર્શ છો ગમતો તને
પણ આજ થી ના આઉ હુ તારા કને.
કામ અસંખ્ય અટક્યા છે, સિવાય તારા
નથી કરવો યાદ હવે મારે તને
તારા પર ચડી છે ખીજ મને..
સારું થયું આપણું ' બ્રેકઅપ' થયું.
મન વધુ હ્ર્દયને મળવા મોકળુ થયું.
ભલે રહ્યો અધળક ખજાનો તારા મહી
પણ એકલા બેસીને ખાવું ખીચડી દહીં.
સમય સામે ચાલીને આવ્યો મને મળવા
આજ ના બગાડું એને ભલે તને થતો હડકવા.
તકલાદી છે તારું બંધન,
કરું મારા શ્વાસ સજીવન.
તારા વિના ગોતિશ હુ મારા હાસ્યનું નુર
તારા કર્કશ અવાજ સ્થાને સાંભળું મારા સુર.
નથી તને ઉઘડવાનો મારે કોઈ વેંત
કર્યો છે નિશ્ચય ના રહેવું તારી લપેટમાં
બહેરા કરી કાન સાંભળવું ના તારું
અવગણવું છે અસ્તિત્ત્વ આજ તારું.
હે મારા પરમ પ્રિયે...' મોબાઈલ '
આજ હું રીસાણી.... આજ હું રીસાણી..