જયારે એક બાળકને તેના એક ખાસ રમકડાથી દુર કરી દેવામાં આવે ને તે રમકડું તેને અતિ પ્રિય હોય તો તે બાળક ઉપર પછી શું તકલીફ પડતી હશે તેતો એ બાળક જ જાણી શકેછે.
મારી પણ એક દીકરી એક ખાસ રમકડા જેવી જ હતી દરરોજ હું સવારે તેને પ્રેમથી ઉઠાડતો હતો જમવાના સમયે તેને બૂમ મારીને બોલાવતો હતો સૂવાના સમયે તેને બે મીઠી વાતચીત કરીને સુવડતો હતો બસ એક દિવસ તે હંમેશાં મને છોડીને દુર દુર ચાલી ગઈ...
બસ આવી જ રીતે ભગવાને પણ મારું મનગમતું રમકડું મારા હાથમાંથી છીનવી લીધું કદાચ એ મારા નસીબમાં વધારે રમાડવાનું નહિ હોય!
આ જ પણ મને એ મારું પ્રિય રમકડું ઘણું યાદ આવેછે....કે તેના નાના હોઠ ઉપર રમર્તું મીઠું સ્મિત..મારા ઉગતા દિવસને સોનાનો બનાવી દેતું હતું કાશ્ એ સ્મિત કદાચ મને ફરી જોવા મળી જાય તો...પણ એ શક્ય નથી
જેટલું તમારા નસીબમાં હશે તેટલું જ તમને મળવાનું છે જે નથી વધારે સમય તે ચાલી જવાનુછે એ નક્કી હોયછે.