Gujarati Quote in Shayri by Dimpal Kapadiya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV

*આધુનિક દુનિયાની વ્યાખ્યા*

પાણી ને વોટર ભરખી ગયું , , ,
હુંડી ને ચેક ભરખી ગયા . . .

દિવાળીને ક્રિસમસ ગળી ગયું , , ,
કારતકને જાન્યુઆરી એ જલાવી દીધો . . .

બાપાને ડેડ સાહેબે દાટી દીધો , , ,
તિથિ ને તારીખે ટક્કર મારી . . .

સહુનું ખાણુ ગયું ને સહુનું વાળુ ગયું , , ,
ડીનર ની ડીશમાં એ બધું ચવાઈ ગયું . . .

આવો ગયું , પધારો ગયું ને નમસ્તે ગયું , , ,
' હાય ' અને ' હેલ્લો ' ના હાહાકાર માં સ્નેહ ભીના શબ્દો ગયા . . .

મહેમાન ગયા , પરોણા ગયા ને અશ્રુભીના આવકાર ગયા , , ,
' વેલ કમ ' અને ' બાય બાય ' માં લાગણીઓ તણાઈ ગઈ . . .

કાકા ગયા , મામા ગયા , માસા અને ફુવા ગયા , , ,
એક અંકલ ના પેટ માં એ બધા ગરકાવ થયા . . .

કાકી , મામી , માસી , ફોઈ ને સ્વજનો વિસરાઈ ગયા , , ,
આંટી માં બધાં સમાઈ ગયા . . .

કુટુંબ નામનો માળો તૂટ્યો , પંખી વેરવિખેર થયા , , ,
હું ને મારા માં બધા જકડાઈ ગયા . . .

હાલરડાં ના હલ્લા ગયા , લગ્ન ના ફટાણા ગયા , , ,
ડીજે ને ડિસ્કો ના તાનમાં બધા ગરકાઈ ગયા . . .

આઈસ્ક્રીમ ના આડંબર માં મીઠા ગોળ ને ધાણા ગયા . . .

પર્વ ગયા , તહેવાર ગયા , ઉત્સવ ના વહેવાર ગયા , , ,
ક્રિસમસ ને નાતાલ માં બધા સલવાઈ ગયા . . .

લાપસી ગયા , કંસાર ગયા , ખીર અને ખાજા ગયા , , ,
કેક ના ચક્કરમાં બધા ફસાઈ ગયા . . .

ધોતી અને કફની ગયા , ટોપી , પાઘડી અને ખેસ ગયા , , ,
નિત બદલાતી ફેશન માં પુરૂષ અને સ્ત્રીના ભેદ ગયા . . . !!

Gujarati Shayri by Dimpal Kapadiya : 111033456
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now