#કાવ્યોત્સવ #
#પ્રેમ #
વીતી ગયેલી સારી વાતો ને યાદ કરીએ,
હર નવા દિન નું પ્રેમ થી સ્વાગત કરીએ.
ન વાર કડવા શબ્દો નાંં મન પર કરીએ,
ચાલને પ્રેમ વારંવાર અપાર કરીએ.
ન દુઃખ એક બીજાના દિલને દઈએ,
ચાલને ખુશીથી હૃદયને તરબોળ કરીએ.
ન સંબંધોની સાંકળ થી ગુલામ બનીએ,
ચાલને પ્રેમ કરવા મનને આઝાદ કરીએ.
ન ફક્ત પોતાની ખુશીનું વિચારીએ,
ચાલને મળીને આપણો વિચાર કરીએ.
ન પ્રેમ માટે કેવળ આપણે જીવીએ,
ચાલને પ્રેમને જ આપણે જીવન કરીએ.
..................ચાપરા ભાવના