# ફરિસ્તા #
એ દિવસ હજી યાદ છે, જયારે ઢળતી સાંજે એમની સંગ આંખ મળી હતી. અમે તો હતા અજાણ આ 'પ્રેમ' શબ્દથી
પણ, એમને જોતા મને મંઝિલ મળી હતી.
હોઠોથી તો એકરાર કરવાની હિંમત ન હતી.
બસ અનામિકાના ઈશારે વાત કરી હતી.
જયારે જયારે નીકળતા એ મારી સામેથી જાણે , મારા શ્વાસોમાં એની ખુશ્બુ ભળી હતી.
હા એમને ડર હતો જરા બદનામીનો, છતાં એ
સૂમસામ ગલીમાં મળવા આવ્યા હતા.
આજ એમના વગર મન નથી માનતુ
એ ચહેરાનું તેજ, નશીલી આંખો, એમની યાદો,
જાણે એ કોઈ ફરિસ્તા હતા...