Quotes by Rupal Patel in Bitesapp read free

Rupal Patel

Rupal Patel

@rupalpatel122321


મને ખબર નથી કે ધીરજ કોને કહેવાય.
કદાચ તમને online જોયા પછી મેસેજ ના કરવો એ જ મારી સૌથી મોટી ધીરજ.....

જે લોકો તમારા ઈંતઝારની કદર નથી કરતા,
એમના પાસે શું આશા રાખવી પ્રેમની.....

તને તો મારા પર બિલકુલ વિશ્વાસ જ નથી,
એક તું જ તો છે જેના પર હું આંખ મિંચી ને વિશ્વાસ કરુ છું..

જોઈ એનું રૂપ ચાંદ પણ હરખાય છે,
અને એ મને જોઈ આજે પણ શરમાય છે...

# ફરિસ્તા #

એ દિવસ હજી યાદ છે, જયારે ઢળતી સાંજે એમની સંગ આંખ મળી હતી. અમે તો હતા અજાણ આ 'પ્રેમ' શબ્દથી
પણ, એમને જોતા મને મંઝિલ મળી હતી.
હોઠોથી તો એકરાર કરવાની હિંમત ન હતી.
બસ અનામિકાના ઈશારે વાત કરી હતી.
જયારે જયારે નીકળતા એ મારી સામેથી જાણે , મારા શ્વાસોમાં એની ખુશ્બુ ભળી હતી.
હા એમને ડર હતો જરા બદનામીનો, છતાં એ
સૂમસામ ગલીમાં મળવા આવ્યા હતા.
આજ એમના વગર મન નથી માનતુ
એ ચહેરાનું તેજ, નશીલી આંખો, એમની યાદો,
જાણે એ કોઈ ફરિસ્તા હતા...

Read More