#Kavyotsav
' લાગણીઓ, પ્રેમ, સ્નેહ ' ' મારી દીકરી '
જન્મ થયો તારો જ્યારે મને ત્યાં જીવંતતા દેખાણી,
જ્યારે દુનિયાનું બધું સુખ, ત્યાંજ મને દેખાયું...!!!
મારું અનંત, અલૌકિક વિશાળ વિશ્વ છે તું,
બહું પ્રાર્થનાનું ફળ છે તું, એ જ મારો સ્નેહ...!!!
તારું હસવું, તારું હસાવવું મને દુખ વિસરાવે છે,
જીવન તું એ જ લાગણીઓ થી ભરી લાવે છે...!!!
તારી નાની નાની જીદ જોઈ મન હરખાય છે,
એ જ અદાઓ ફરી જોવા મન તરસી જાય છે...!!!
તારી એ વાતો થકી હું જીવન જીવી જાઉં છું,
જીવન જાણે પુર્ણ થયું એ જાણી હરખાઉં છું...!!!
દીકરી એટલેજ કહેવાય છે વહાલનો દરિયો,
એ દરેક પળ વહાલ શીખવતી જાય છે...!!!
તું આમજ સાથે રહેજેને, વહાલ કરજેને,
આમજ પ્રેમ, લાગણીઓ, સ્નેહ આપજે ને...!!!
કોઈવાર દુર જવાના વિચાર માત્રથી,
જીવનમાં ખાલીપા નો અહેસાસ થઈ જાય છે...!!!
હું શું કરીશ, એકલો થઈ જઈશ,
કોણ મને સમજશે, મારી વાત કોણ સાંભળશે...!!!
#sweetbeatfrdzzzzz
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...