# kavyotsav ...સંબંધો ના સંઘર્ષ
માણસ ને જોયો ને એની માણસાઈ ને નીરખી
પણ જાણે બધું જ ખોવાતું જતું લાગ્યું!!
ક્યાંક નિશાનો નીકળ્યા તો ક્યાંક ઘેરા ઘાવ,,
અંતે દરેક જણ ઘવાયેલો નીકળ્યો..!!
ક્યાંક આપ્તજન થી કંટાળ્યો,,
તો ક્યાંક પારકાઓ થી ઘવાયો ..!!
અંતે તો દરેક જણ લાગણી ની ભીનાશ માટે રખડયો
કોક દી ખૂબ ઉછલ્યો આસમાન સમી પ્રગતિ સાધી ને ,
ને જ્યારે આટલી જ તીવ્રતાથી પટકાયો
પડી ને ચડ્યા પેલા જ ચડી ને પડી ગયો અહમ કેરા જોર ના ઝટકા થી... !!
પોતાના પારકા બની ગયા ને પ્રગતિ પણ ખોવાઈ ગઈ..!!!!
શુ રહ્યું એ માણસજાત તારી પાસે!??
કહી જ નહીં..ના માણસ ,ના લાગણી ,ના લક્ષ્મી ,ના કૌશલ્ય
માત્ર ક્ષતિ ઓ જ રહી જે ડુબાડી ગઈ ઘેરા કાળા દરિયામાં..!!!!
હવે તો સમજ... નમ્ર બન ઓ મારા વહાલા..
તું એકલો જ ક્રિષ્ન ને એકલો જ અર્જુન છે
ને દુર્યોધન પણ તું એકલો જ છે!
પણ દિશા ઓ ,દિમાગ ને દિલ બધા જેવું જ છે!!
ઓળખ તારા હુન્નર ને ચાલવા માંડ અન્નત ક્ષિતિજ સુધી......
અનેક દરિયા ઓ ને ખેડી ને તારી મંજિલ ને શોધવી એ જ તારો ધર્મ કર્મ અર્થ ને મોક્ષ.
-Hina modha