જીંદગી
આ જિંદગી પણ એક અલગ જ દુનિયા છે કુદરત ની,જ્યાં ઘણા લોકો - લોકો તેને જીવવાના પ્રયત્નો કરે છે તો ઘણા લોકો તેને જીવવાનો વ્યંગ કરે છે,મારા મતે જીંદગી જીવવા કરતા માણતા શીખવું જ આ કુદરતે આપેલ અમૂલ્ય બક્ષીસ નું જતન કરવું એમ માની શકાય.
દરેક ને નથી મળતી આપણી જિંદગી છતા આપણે આપણી જિંદગી માં ખુશ નથી હોતા, ઘણી વાર ઘણી જિંદગી આપણને ઘણું શીખવાડતી હોય છે, તેને આપણે બંને બાજુ ફેલાવી ને પોતાની અંદર સમાવી લેવાની આવડત કેળવવી તેને જ હું તો જિંદગી કહીશ.
લોકો જિંદગી માં મોટા મોટા આયોજન કરતા હોય છે અને તેને પૂરા કરવા માં પોતાની જિંદગી ને ખર્ચી નાખતા હોય છે પણ મારું માનો તો વ્યવસાય માં આયોજન કરાય જીવન માં આયોજન ને બાજુ પર રાખી હ્રદય ના ધબકારા ને સમજી ને કામ કરાય,જીવન એવું હોવું જોયે જે દરેક પળે અચંબા માં મુકી દે, અને તે વખતે જેટલી ખુશી એક બંધ ભેટ ના ડબ્બો ખોલતા થાય તેટલી ખુશી જિંદગી ની દરેક પળ ને માણવા માં આવતી હોય છે
નાની નાની ખુશી પર ઘણી મુશ્કેલી ની ધુળ છવાયેલી મળે છે ફર્ક એટલો જ છે જ્યાં અમુક લોકો તેને ખંખેરીને એ ખુશી મેળવે છે જ્યાં અમુક પોતાના હાથ બગડવાની ધારણા એ તે ખુશી ને અવગણે છે,ભલે લોકો એ કહે કે હ્રદય અને મન માં લોકો એ હંમેશા હ્રદય નું જ સંભાળવું જોયે પરંતુ ઘણી વાર એ આવાજ ઓળખવો પણ અઘરો બની જાય છે કે આવાજ આવ્યો કયાંથી હ્રદય માંથી કે મન માંથી અને ઘણી વાર એવું પણ બંને જયારે હ્રદય ના આવાજ ને મન માંથી આવેલો આવાજ સમજી ને મહત્વ ના નિર્ણય માં ભૂલ પણ કરયે છે કારણકે આપણે તેને ઓળખાવા માં હંમેશા ભૂલ કરતા જ હોયે છે.
દરેક પળ જયારે પોતાને એવો અનુભવ થાય કે પોતાના કરતા ખરાબ તકદીર નો માલિક કોણ હોય,હંમેશા પોતાની સાથે ઘટતું ખરાબ ભાગ્ય ને પણ દોષ દઈ ને જયારે થાકી હારી ને બેઠા હોય અને એક નાની ખુશી ની ખબર પણ જાણે એક નવી દુનિયા માં લઈ જાય તેવી ખુશી ને આપણી અંદર સમાવી ને જતી રહે અને ત્યારે આપણા ચેહરા પર હાસ્ય એ પેહલા ના તમામ દુઃખો ને ક્યાં ભૂલાવી દે તેની ખબર જ નથી રેહતી.
જિંદગી આનું જ તો નામ છે જે આપવા કરતા વધારે માંગી લે છે પણ એ મળેલા માં પણ ખુશ રેહવું એને તો જિંદગી નો રસ કહીં શકું,જીવવા કરતા માણતા શીખવું તે જ તો આનું રહસ્ય છે..
માન્યું ધારી તેવી ના પણ હોય આ જિંદગી પણ માની ના હોય તેવી અસંખ્ય ખુશી તમારી રાહ જોવે છે...