એકલતા એ શુ છે જરા પુછો જે પોતાની પત્ની ને તેમની મોટી ઉંમરે છોડીને દુર ચાલી જાયછે.
પરણ્યા પછી આખી જીંદગી જે એક સહારો બની જેમકે સમયે જમવાનું આપ્યુ, સમયે સુવાની પથારી કરી, બિમાર શરીરે સમયે દવાઓ આપી, હાથ પકડીને બે ડગલા ચાલવાનો સહારો આપ્યો ને આજે તે હયાત નથી એકલતા જીવનમાં લાગી રહીછે સંતાનો પરણીને પોતાનુ નવુ જીવન શરુ કરવા દુર ચાલ્યા ગયા.
એક વૃરુધકાકા પોતાની એકલતા ભરી તેમની જીદગીના દિવસો ગણી રહયાછે સમયે ખાવા આપનાર કોઇ નથી હાથ પકડીને બે ડગલાં ચલાવનાર કોઇ નથી માથે વિકસ ઘસનાર હવે નથી કેવુ આ જીવન જે કંઇ દુખ પડેછે તે ઘડપણે જ પડેછે.
છોકરાઓને તબિયત પુછવાનો સમય નથી ને છોકરીને જમાઇ દારુડીયો મલ્યો આવવાની રજા આપતો નથી
યાદ આવેછે શાંતા કે જયારે મારી સાથે હતી તો મને જરાય દુખ હતુ નહિ...
સીદ આવેછે આવુ ઘડપણ એટલુ જલદી!
હતી એ જવાની મજા કરવાની પણ એ મજા હાલ કયાંથી!
સમય સમયનુ કામ કર્યા કરેછે
કદાચ હવે ઉપર જવાનો સમય આવી ગયો લાગેછે
ચાલો ત્યારે બધુ સગે વગે કરી દઉ જેને આપવાનુંછે તેને આપી દઉ કાલે કોઇ કહે નહી કે ડોસો મરી ગયો ને મારા બાકી લેણાં પણ આપયા નહી.
આ છે એક આપણુ ઘડપણ...