#kavyotsav
'આભ-ધરાના લગ્ન'
હા હાંફે જો નિસાસા ધરાના,
પારખા હવેતો, પ્રેમ~એ~ફૉરાનાં.
ધખાયેલ ધરતીના, અંગારા પવનનાં,
ઝીણી ધારે ટપ-ટપ એતો, પ્રેમશબ્દ સનમનાં.
બને ઘનઘોર મેઘગર્જના, ને વીજળીના ચમકારા,
ધરતી જોતી રાહ પ્રેમીના, આભાસ~એ~ભણકારા.
પડઘમ બાજે આભ મહી, ગજ રમે જ્યમ આભને આંકડે,
ગગન-ભૂમિના લેવાયા લગ્ન, પવિત્ર મેઘધનુષી તાંતણે.
ટહુકે આ મોરલા જો ને , કરે કુંજ કેકાર,
આભ-ધરાની પ્રેમલીલાના, એ જાણે કથાકાર.
વરસાવી પ્રેમ પુષ્કળ મેહુલિયો, બગાડે પીંછાની આંખ,
સ્નેહ ઝીલી છાતીએ ધરણી, ફેલાવે લીલીછમમ પાંખ.
'આભ-ધરાના લગ્ન' થકી, ઝૂમે દુનિયા આખી,
'નવ્યાનુ નવલું નજરાણું' પછી, શાને રહી જાય બાકી?!?.
-વાઘેલા શિલ્પા'નવ્યા'