#KAVYOTSAV ...
બોલો ને...મોમ પાપા...
બોલો ને...
મોમ પાપા તમે મને છોડી ને ક્યાંય નય જાવને...
હું હજી તમારી એ જ નાનકડી guddu જ છું...
બોલો ને...
મોમ પાપા તમે મને છોડી ને ક્યાંય નય જાવને...
હું હજી તમારો હાથ પકડી પા પા પગલી જ ભરું છું...
બોલો ને...
મોમ પાપા તમે ક્યારેય મારો હાથ ફરી કોઈ અજનબી હાથમાં
નય સોંપોને...
બોલો ને...
મોમ પાપા તમે હંમેશ મને તમારી સાથે રાખશો ને...
બોલો ને...
મોમ પાપા તમે સમાજ અને દુનિયા નો સામનો કરવાની હિંમત આપશો ને...
મોમ પાપા તમે મારી આંગળી ઝાલી રાખશો ને...
હું હજી આ બહાર ની દુનિયામાં એકલી ચાલવા અસમર્થ છું...
બોલો ને...
મોમ પાપા લોકોની નજર કેમ મને અંદરોઅંદર મારી રહી છે...
શું સ્વતંત્ર બની એકલું જીવવું કોઈ પાપ છે...
મોમ પાપા તમે મને તમારાથી દૂર નય કરોને...
મને એક દીકરો કે દીકરી નય પણ એક નાનું નિર્દોષ બાળ સમજી સાથે રાખશોને...
મોમ પાપા હું કેમ આટલી ભોળી છું...
કે લોકો મારો ઉપયોગ કરી જાય તો પણ મને એ ન સમજાય કે ન એ સ્વીકારતી પણ...
બોલો ને...
મોમ પાપા તમે મને તમારો ખોળો ધરશો ને રડવા માટે...
હું કોશિશ કરતી રહીશ ક્યારેક તમારી હસી બનવાનું...
બોલો ને...
મોમ પાપા હું ક્યાંક અજાણતા જ તમારી કમજોરી તો નય બની રહી ને...
મોમ પાપા લોકો મને તમારો બોજ કહે છે....
બોલો ને...
મોમ પાપા હું તમારા વિના કેમની જીવીશ...
એમ કરો મનેય સાથે લેતા જાવને...
બોલો ને...
મોમ પાપા...
હું હજીય અણસમજુ જ છું...
શું સમજુ તમારી આ ચુપકેદી ને...
#સાંઈ સુમિરન...