Gujarati Quote in Shayri by Hardik Savani

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav

... મને સતત તારામય બનાવે છે

કૈક છે તારામાં જે મને સતત તારામય બનાવે છે.
તારા વગર પ્રેમનો પાઠ મને ક્યાં કોઈ ભણાવે છે.

થઇ ગઈતી કાલે શબ્દો વચ્ચે જે થોડી મારામારી,
રૂઠ્યા આ મુજ પાગલને તુજ તો આવી મનાવે છે.

તરસ્યા કરે, રુદન કરે તારા વગરની મુજ આંખો,
પાંપણો જ છે જે તારી રાહ જોઈજોઈ થકાવે છે.

સ્વપ્નમાં આવે,ને ક્યારેક આવ્યા વિના જતી રહે,
તુ નથી આવતી ને, એજ વાત મુને હચમચાવે છે.

સુંદરતાથી ભારોભાર છે તુ એનો મોહ નથી મને,
જોઉં જ્યારે તને,તે ક્ષણ મને રડતામાં હસાવે છે.

સાતેય જનમ પછી પણ છુટ્ટા નથી પડવું તારાથી,
તુજ સંગ પામવા કાનુડાને "હાર્દ" હજુ મનાવે છે.

-- હાર્દિક સવાણી "હાર્દ"

Gujarati Shayri by Hardik Savani : 111031930
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now