Quotes by Hardik Savani in Bitesapp read free

Hardik Savani

Hardik Savani

@hard


#kavyotsav

આજે હું પોતાની મુલાકાતે નીકળ્યો
મારી અંદર ચાલતા વિચારોને મળ્યો

પહેલો ભેટો થયો અંદરના અહમનો
થોડી વારમાં બરફની જેમ પીગળ્યો

બીજો ભેટો'તો આંતરિક લાગણીનો
ઉષ્માથી એની હું કોઈનામાય ભળ્યો

ત્રીજો ભેટો ક્રોધનો થયો કે હુતો ડર્યો
ન ફાવતા એને તો મેં પાછળ છોળ્યો

આગળનો ભેટો થ્યો સંતાયેલા પ્રેમનો
બેઠો,આરામ કર્યો ને ખૂબ ગળે મળ્યો

અંતમાં ભેટો થયો મારી અંતરાત્માનો
તેને મળી મુલાકાતનો પૂરો ફેરો ફળ્યો

એક ખોજ પુરી થઈ આ "હાર્દ" તારી
કેવો મજાનો જાણવાનો જસ જળ્યો

-- હાર્દિક સવાણી "હાર્દ"

Read More

#kavyotsav

બગીચામાં અઘરું નથી ફૂલ શોધવું,
અઘરું છે, ખુદને ગમતું ફૂલ શોધવું.

સમયમાં અઘરું નથી સમય શોધવું,
અઘરું છે, વર્તમાનમાં સમય શોધવું.

જગતમાં અઘરું નથી હૃદય શોધવું,
અઘરું છે,મનને ગમતું હૃદય શોધવું.

ભવમાં અઘરું નથી તુનો સંગ શોધવું,
અઘરું છે,તારા વગરનો સંગ શોધવું.

ભીડમાં અઘરું નથી તુજ ને શોધવું,
અઘરું છે, બીજામાં તુજ ને શોધવું.

કાવ્યથી અઘરું નથી કવિને શોધવું,
અઘરું છે, "હાર્દ" ને કવિમાં શોધવું

-- હાર્દિક સવાણી "હાર્દ"

Read More

#Kavyotsav

... મને સતત તારામય બનાવે છે

કૈક છે તારામાં જે મને સતત તારામય બનાવે છે.
તારા વગર પ્રેમનો પાઠ મને ક્યાં કોઈ ભણાવે છે.

થઇ ગઈતી કાલે શબ્દો વચ્ચે જે થોડી મારામારી,
રૂઠ્યા આ મુજ પાગલને તુજ તો આવી મનાવે છે.

તરસ્યા કરે, રુદન કરે તારા વગરની મુજ આંખો,
પાંપણો જ છે જે તારી રાહ જોઈજોઈ થકાવે છે.

સ્વપ્નમાં આવે,ને ક્યારેક આવ્યા વિના જતી રહે,
તુ નથી આવતી ને, એજ વાત મુને હચમચાવે છે.

સુંદરતાથી ભારોભાર છે તુ એનો મોહ નથી મને,
જોઉં જ્યારે તને,તે ક્ષણ મને રડતામાં હસાવે છે.

સાતેય જનમ પછી પણ છુટ્ટા નથી પડવું તારાથી,
તુજ સંગ પામવા કાનુડાને "હાર્દ" હજુ મનાવે છે.

-- હાર્દિક સવાણી "હાર્દ"

Read More

#Kavyotsav

ગમે છે...

તારી સાથે એકલા રસ્તે ચાલ્યા કરવું ગમે છે...

તારી એ મુસ્કાન જોઈને મને પણ મુસ્કુરાયા કરવું ગમે છે...

તું છે ! પણ સંદેશવ્યવહાર કરવા આખી રાત જગ્યા કરવું ગમે છે...

આંખ સાથે આંખોનું મિલન તો થતું રહેવાનું જ છે,પણ તારી આંખમાં હંમેશ માટે જોયા કરવું ગમે છે...

પ્રેમ તો જીવનમાં અસંખ્ય લોકો સાથે થતો રહેવાનો છે,પણ મને તારા પ્રેમમાં જ પડ્યા રહેવું ગમે છે...

-- હાર્દિક સવાણી "હાર્દ"

Read More

#Kavyotsav

એજ મળશે નહીં પ્રેમ જો થશે ભૂલ

એજ મળશે નહી પ્રેમ જો થશે ભૂલ
જશે સંબધ પણ ટૂટી જો થશે ભૂલ

સરતો સમય કહે,હાથમાંથી મારાય
છૂટશે સંગાથ એ, તો જો થશે ભૂલ

પડતા રસ્તા ભૂલા રણની જેમ જ
તૂટશે એ જ બંધન, થશે જો ભૂલ

ખોવાઈ ગયા બધા જ એ સપનાઓ
ચોરાઈ જાય,ખૂલી આંખ થશે ભૂલ

"હાર્દ" સાચવને તુ પણ એ સગપણ
ચકનાચૂર જ છે આ જો થશે ભૂલ

-- હાર્દિક સવાણી "હાર્દ"

Read More