#Kavyotsav
"આથમતો ઉજાસ"
નિત તણાતો જતો,
વહેતી વેળામાં હું,
ચૂકાવી સમય ની ધાર,
પહોંચી જાઉં કયારેક,
વિસરાયેલી સ્મૃતિને પાર...!
અને,
મહેકતા ગુલશનથી,
ઉઠતું સમીર સંગ,
વરસાદનાં બૂંદોને પરોવતું,
સ્પર્શી જતું,
તારું મધૂર ગાન,
ને, મારા રોમ રોમનાં નાચથી,
થિરકી ઉઠતું અંગ...!
યાદ આવે મને,
નિત પ્રભાતે, અધ ખૂલ્લી બારીમાંથી,
મનને તરબતર કરતી, નેહ નિતરતી,
તારી નઝર મીઠી,
જાણે,
જલધીનાં જલમાં ઝબોળાઇને,
અંગળાઇ લઇ ઉઠતું,
કોઇ માસૂમ કિરણ...!
પછી,
તારી યાદોને સંગ,
નિકળી પડુ છું,
શહેરનાં ભૂગોળ ને માપતો,
તારા પગરવને શોધવા...!
કોણ જાણે કયાં ગૂમ થયો,
તારોએ પગરવ...!
શહેરની વિકસતી ભીડનાં
શોરબકોરમાં...!
બસ હવેતો ઘેરી ચૂક્યો છે,
ચારે તરફનો અંધકાર...!
મારા આત્માના પ્રકાશ ને ગળી જવા...!
છતાં પણ,
હજી લડી રહ્યો છું,
તારી યાદોનાં ઉજાસનાં બળે.
જોજે,
ક્યાંક આથમી ન જાય,
મારી સાથે જ,
તારી યાદોનો ઉજાસ પણ...!