#Kavyotsav

પાછળ ફરીને જોયું એણે જે નજરથી
       તે નજર ને ફરી થી જોવાનો ઈન્તજાર છે.
તેણે જે લાગણી થી હાથ પકડ્યો હતો તે
      સ્પર્શ ને ફરી થી મહેસુસ કરવાનો ઈન્તજાર છે.
તેણે જે સ્વર માં પ્રેમ નો ઈઝહાર કર્યો હતો તે
        સ્વર ને ફરી થી સાંભળવાનો ઈન્તજાર છે.
તેની છાતી પર મસ્તક મુકી તેના હૃદય ના ધબકારા ને
         ફરીથી સાંભળવાનો ઈન્તજાર છે.
તેના ગુસ્સામાં છલકાતા પ્રેમ ને
       ફરીથી અનુભવવા નો ઈન્તજાર છે.
તેની સાથે જોયેલા  સાથે રહેવાના સપના ને
           હકીકતમાં જીવવાનો ઈન્તજાર છે.
છેલ્લી મુલાકાત ને વષૉ વીતી ગયા છતાં આ
        પાગલ દિલને ફરી થી મળવાનો ઈન્તજાર છે....
        



Gujarati Shayri by Pooja : 111031869

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now