#kavyotsav
*પ્રેમ*
મને તારા માં હું દેખાવ,
તને મારા માં તું,દેખાઈ.
એકમેક માં,ખુશી વર્તાય,
હા આજ તો પ્રેમ કે'વાય.
નથી દૂર તું મુજથી,
હું દૂર ક્યાં જાવ તુજથી?
સંબધ વિના તો પળે ન જાય,
હા આજ તો પ્રેમ કે'વાય.
સંગ માઁ બાપ હો,
ભાઈ બહેન હો,
મળી ભેગા સહુ સાથે રે'વાય,
હા આજ તો પ્રેમ કે'વાય.
ભરોસા વિનાનો સાથ નકામો,
સાથી વિના સંસાર નકામો,
હું કહું કશું ના તું સમજી જાય,
હા આજ તો પ્રેમ કે'વાય.
આપણે મળીયા નશીબ થી,
જાણે હો' સાથી જનમ થી,
ખરા નસીબદાર જેને કે'વાય,
હા આજ તો પ્રેમ કે'વાય.
દિનેશ,પરમાર'પ્રતીક'