Gujarati Quote in Shayri by Tanvi Tandel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

  # કાવ્યોત્સવ     
          જીવન સંગીની
   મારી જીવનસંગિની તું મારો આકાર
સાથ આપી સુખદુઃખમાં બને તું મારો આધાર
  કંટકકેરા રસ્તામાં બિછાવે તું ફૂલોની ચાદર
   ભરતી હોય કે ઓટ .... તું મારી મજધાર
હસતા ચહેરે સેવા કરી પરિવારની બનાવે નવું ઉદ્યાન
  સંસ્કાર સિંચી પ્રેમથી સર્જે તું નવું આકાશ
    તું જીવનનો ઉમંગ ને તું જ એક તરંગ
  સપનાઓ દરેક પણ કરીશ તુજ સંગ
  સર્જન - વિસર્જન સઘળુંય તારા થકી
  તું મારી ઊર્જા , તું મારું અભિમાન 
  મારી અર્ધાગીની. .મારી હમસફર
  મારા હોઠ પર સદા રહેતું તારું નામ 
     ખુશી ...જીત...પ્રેમ ..ઉમંગ
  જીવનના હરેક રંગ તુજમાં સમાયા
 તું જ મારી પ્રેરણા , તું મારી અભિપ્સા
  તું મારી તમન્ના , તું મારો વિશ્વાસ
  તારા ધબકારે ચાલતો મારો શ્વાસ
     મારી જીવનસંગિની....
 તું આપજે જીવનભર મને સાથ...

Gujarati Shayri by Tanvi Tandel : 111031680
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now