#kavyotsav
પ્રેમ
તું હસે ને હું રડું ના રે ના ,
હું હસું ને તું રડે ના રે ના .
આંખ મીચોલી રમીને સાજન ,
દૂર જઇને તું વસે ના રે ના .
છે સહજ સંજોગ જુદાઇ આ ,
તું નજર ચોરી ખસે ના રે ના .
હૂંફ ના આપી શક્યો છો ને ,
મારી સાથે તું લડે ના રે ના .
આ હદય જીવી ગયું યાદોમાં ,
મન વગર અમથા મળે ના રે ના .
લોક લાજે આજ ફંટાયા રસ્તા,
તું વચન આપી ફરે ના રે ના.