માણસ જયારે પોતાની આવડતની બહાર જાયછે ત્યારે તેનામાં એક અજીબ પ્રકારનો સ્વભાવ તેની અંદર આવી જાયછે અને પછી તે ના કરવા જેવા કામો કરતો હોયછે તેને પોતાને પણ ખબર નથી હોતી કે શું કરવા જઇ રહ્યોછે ને તે શું કરવાનોછે બસ તેના દિલમાં એક પ્રકારની અદભુત બુધ્ધી તેના મગજમાં ઘર કરી ગયેલીછે માટે તે આજુબાજુનું કંઇપણ વિચારતો નથી ને તેનુ મન કહે કે તેનુ દિલ કહે તે કરી બેસેછે તેને એ ખબર નથી હોતી કે તે જે કામ કરવાનોછે તે તેને જેલના સડીયા એક દિવસ ગણવાનો વારો આવશે.
પાછળથી તેના ઘરવાળા પણ તેના એ કામથી દુ:ખી તો થશે તેમજ પાયમાલ પણ થશે તે એવુ કંઇ વિચારી નથી શકતો
ને અંતે તેની મહેઇસ્છા પુર્ણ કરીને જ જંપેછે.
પછી તો ખરેખર ઘણુ જ મોડુ થઇ ગયુ હોયછે એક કામથી બે જીંદગી દાવ ઉપર લાગી જતી હોયછે એક જેલના સડીયા પાછળ ને બીજી ઘરની ચાર દિવાલોની અંદર...
એકને જેલમાંથી બહાર નથી નીકડાતુ ને બીજાને ઘરની બહાર નથી નીકડાતુ...
એકની જીંદગી તેના અંત આવે ઉભેલીછે બીજી જીદગીની હજી શરુઆત પણ બાકીછે,
કાશ આમ ના થતુ હોત..તો!
બંનેય જીંદગી હાલ સલામત હોત.