# _Kavyaotsav_
// ભાવના //
સમયનાં પંખી ની પાંખોનો ધીમો ફફડાટ
તેનામાં સમગ્ર વિશ્વનેં માપવા નો થનગનાટ
અસંભવ એવો એમાં અચંબા નો ખટકતો અચકાટ
એ જ કદાચ આપણી ભાવનાઓ નો અલૌકિક અહેસાસ
સમય નેં સંયમ સાથે સાધવાનો અજબ અણસાર
પ્રેમ લાગણી સુખ દુઃખ ખુશી આનંદ અને હર્ષ
માન સન્માન અને અપમાન
અહમ અનેં ગૌરવની અલગ ઓળખાણ
સંસ્કારો ની સંસ્કૃતિ
પ્રતિજ્ઞાઓ નાં પ્રચંડ પ્રવાહ
અપમાન અનેં શરમની અલગ છે ઓળખાણ
તકલીફો અનેં મુસીબતો અમથી બનેં ભાવનાની હકિકતો
સરળતા ની ભાવના સજ્જનતા ની સભાનતા
વિચારોનું વાવાઝોડું અેમાં ચિંતનનો ચમત્કાર
નિર્ણયો માં નવીનતા
અેજ તમામ ભાવનાઓનાં પ્રાણ
આમ જ ભાવનાઓ માં ભળતાં રહીએ
અનેં //સંવેદના નાં સ્પંદન//
નેં માણતાં રહીએ
મીસ મીરાં..