# KAVYOTSAV
ગઝલ...
દોસ્ત,હું ઈચ્છાને ટાળું ક્યાં સુધી?
જિંદગી આ રીતે ગાળું ક્યાં સુધી?
મૂકી ગઇ તું એકલો છોડી મને,
ઓ સનમ ખુદને હું બાળું ક્યાં સુધી?
જાતમાં વિશ્વાસ પુષ્કળ લાવવા,
આયનાને હું નિહાળું ક્યાં સુધી?
સાત સાગર જેવી હિંમત છે કે નહિ,
એ સમજવા ખુદને ભાળું ક્યાં સુધી?
તારી ભીતર જ્ઞાન બહુ છે તો પછી,
અંધશ્રદ્ધાનું આ જાળું ક્યાં સુધી?
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)