# *_Kavyaotsav_*
//// *સંબંધો* ////
આવતાં, જતાં, બોલાતાં,સંભળાતા
કહેવાતા એ અનેં ધીક્કારાતાસમજાવાતા અનેં કદીક સંભળાવાતા
નાં સમજાતાં આવેગોથી એઅથડાતા.. અફળાતા.. અનેં તૂટી પણ જતાં..
સંવેદનાઓ થી વારંવાર સંવારાતા
લાગણીઓ થી અચૂક ટકરાતાં
અમથાં ને અમસ્તાં સૌની જીભે ચઢી જતાં
અનેં સાપસીડી ની જેમ કોઈનાં મનથી પણ ઉતરી જતાં
આ બધાં સંવાદોનો સરવાળો બની જતાં
_એટલે જ આપણાં '_ *_સંબંધો*
ની પરિભાષા બની જતાં
આપણાં સંબંધો આપણી ગરિમા કહેવાતાં
*_મીસ મીરાં_*