#કાવ્યોત્સવ
વેદના...બાણ શૈયા પર ભાર લાગે છે!
કેમ કરી શ્વસુ હવે ?
મારા શ્વાસ ને,
હવે તારી સુગંધ નો અભાવ લાગે છે...!
મારા આ હૃદય માં
તારા ના હોવાનો ખાલીપો,
હવે અસહ્ય મને લાગે છે...!
કેમ કરી નજર મિલવું ?
તારી આંખ માં વ્યાપ્ત અંધકાર માં ખોવાઈ જવાનો ડર,
હવે મને લાગે છે...!
તારા દરેક સવાલ નો
જવાબ આપવો,
હવે બહુ અઘરો મને લાગે છે...!
તારા શબ્દો માં
રહેલો વ્યંગ,
હવે ઘણો આકરો મને લાગે છે...!
ના વિંધ આમ
તુ શબ્દો થી ,
હવે મને બાણ શેય્યા પર ભાર લાગે છે...!!!