Gujarati Quote in Shayri by Umesh Tamse

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઝલ...

કોઇના પણ દિલને તું તોડ્યા ન કર,
માનવી છે માનવી પર ઘા ન કર.

ફાવે નહિ ભાષા ઇશારાની મને,
સીધી સીધી વાત કર ચાળા ન કર.

કાંઇ ના લાવ્યો હતો દુનિયામાં તું,
શાંતિથી તું જીવ ને નખરા ન કર.

આયનો પણ પ્રેમ કરવા લાગશે,
આયનામાં ખુદને તું જોયા ન કર.

રાખજે વિશ્વાસ તું ખુદની ઉપર,
ભયને દિલમાં રાખી જપમાળા ન કર.

જાણજે બીજાની પણ પીડા કદી,
જિંદગીમાં ફક્ત તું જલસા ન કર.

વાત સાંભળ માત્ર દિલની રોજ તું,
આ મગજની વાત તું માન્યા ન કર.

વીતી જાશે આ સમય પળવારમાં,
વાત દિલની દિલમાં તું રાખ્યા ન કર.

આંગણું 'ધબકાર'નું ઉમદા જ છે,
સ્હેજ પણ જોયા વગર ચાલ્યા ન કર.

-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)

Gujarati Shayri by Umesh Tamse : 111031384
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now