મને ક્યાં એવી નવરાશ છે કે, હું નસીબ નું લખેલું જોઉં,
પણ મારા દીકરા નું સ્મિત જોઈ ને લાગે છે કે, હું નસીબદાર છું
મને ક્યાં એવી નવરાશ છે કે, હું ખોબો ભરી ને હસી લઉં,
પણ મારા દીકરા ના મોં પર નું મધુર મધુર હાસ્ય જોઈ ને લાગે છે કે, હું નસીબદાર છું.
મને ક્યાં એવી નવરાશ છે કે, હું મન ભરીને નૃત્ય કરી લઉં,
પણ મારા દીકરા ને નાના નાના પગલા માંડતા જોઈને લાગે છે કે, હું નસીબદાર છું.
મને ક્યાં એવી નવરાશ છે કે, હું ધરાઈ ને પોઢી લઉં,
પણ મારા દીકરા ને હાલરડું ગાઈ ને પોઢાડતાં જોઈને લાગે છે કે,હું નસીબદાર છું.
મને ક્યાં એવી નવરાશ છે કે, હું બીજા માટે સમય કાઢી લઉં,
પણ મારા દીકરા પાસે રહીને મારી જાત ને ભૂલી જતા લાગે છે કે,હું નસીબદાર છું.
આમ,જોઉ તો મને ક્યાં એવી નવરાશ છે કે, હું એક માણસ થઈ ને જીવી લઉં,
પણ મારા દીકરા ની 'મા' બની ને તેની સાથે સમય વ્યતીત કરતા લાગે છે કે, હું નસીબદાર છું.