આજ મને બહુ મોટી પણ સરસ તરસ લાગી છે,
આજ મને માણસ જેમ વર્તવાની હરખ લાગી છે.
થાય છે કે જીવી લઉ થોડોક માનવ થઈ ને ,
આજ મને દાનવ થવાની થોડી શરમ લાગી છે.
ક્યાં સુધી પહોંચી ગયો છે આ માનવ જીવન માં,
આજ મને આ વાત બહુ ગરમ લાગી છે.
જ્યાં છે ઈશ નો વાસ ત્યાં જવાનું છે બધાને ,
આજ મને આ વાત સાચો ખૂબ ધરમ લાગી છે.
જાડેજા રવિરાજસિંહ 'કવિ'