પરીન એક બહુરાષ્ટ્રીય કંપનીમાં સીનીયર મેનેજર હતો. તેનો રેકાર્ડ હતો કે તેની ટીમ હમેશા કંપનીમાં સૌથી સરસ ટીમમાંથી એક હતી. માત્ર કામમાં જ નહી પણ આપસી મેળ અને વ્યકતિગત પ્રમોશનમાં પણ પરીનની ટીમ સૌથી સરસ ગણાતી હતી. પરીનની ટીમના જેટલા પણ સભ્ય હતા. બધા પરીનને તેમના પરિવારના સભ્ય જેવો માનતા હતા. કંપનીએ નક્કી કર્યું કે પરીનને ખાસરીતે સમ્માનિત કરાય. તેના માટે એક મોટો કાર્યક્ર્મ આયોજિત કરાયો. કંપનીમાથી બધા મોટા અધિકારીઓને આમંત્રણ મોક્લ્યું. જેનાથી એ તેમના અનુભવને બધાની સાથે શેયર કરી શકે. પરીન ખૂબ જ સૌભય સ્વભાવનો હતો. જ્યારે તેને મંચ પર બોલાવ્યો અને તેને પૂછ્યું કે એ કયો વિચાર છે જે તમારામાં આટલી ઉર્જા ભરી નાખે છે/ પરીન બોલ્યો - આજે હું તમાને મારા જીવનનો એક અનુભવ સંભળાવું છું.
મારું બાળપણ ખૂબજ સાધારણ રહ્યું છે. મારી બા બીજાના ઘર સાફ-સફાઈનો કામ કરતી હતી અને મારા પિતાજી દરરોજના મજૂરી કરતા હતા. આમ તો મારા અભ્યાસ કે કોઈ પણ જરૂરમાં તેમણે કોઈ કમી ન આવવા દીધી. અને ના મને આ કમીનો અનુભવ થયો.
મને યાદ છે, એક દિવસ રોટલી શેકવામાં ખૂબ બળી ગઈ હતી હુ બેસીને જોઈ રહ્યો હતો કે કોણ કેવી રીતે ખાશે? પિતાજી પર તો જેમ કોઈ અસર જ નહી , તેમણે રોટલી ઉપાડી અને શાક સાથે ખૂબ મજાથી ખાવાની શરૂ કરી દીધી. માએ જોયું અને બોલી માફ કરજો આજે જલ્દીમાં રોટલી જરાક બળી ગઈ છે. પિતાજી, બોલ્યા- મને બળેલી રોટલી જ વધારે પસંદ છે અને તેમાં સ્વાદ પણ છે. જ્યારે મા ત્યાંથી ચાલી ગઈ તો મે પિતાજીથી પૂછ્યું- શું તમને સાચે બળેલી રોટલી પસંદ છે? પિતાજી બોલ્યા- આમે તારી બા બહુ થાકી ગઈ હતી અને આ બળેલી રોટલી ખાવાની વાત તો આમ છે કે એક દિવસ બળેલી રોટલી ખાવાથી હું માંદો તો પડીશ નહી. પણ તારી માને થોડી શાંતિથી ઉંઘ આવી જશે.
મિત્રો તે દિવસથી મે શીખ્યું કે આપણામાં થી દરેક માણસની અંદર કમી હોય છે. આપણામાંથી દરેક ક્યારે ને ક્યારે ક ભૂલ કરે છે પણ આપણે તેની ભૂલને ઉભારવાની જગ્યાએ તેને સુધારવાના કામ કરવું, એક બીજાની તાકાત બનવું, તો એક સરસ કાલનો નિર્માણ કરી શકીશું.