Gujarati Quote in Whatsapp-Status by Jignasha Parmar

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબદની વાત કોઈ ના જાણે....

વીંધી નાખે આરપાર એ વગર ચડાવ્યા બાણે,
અરે! શબદની વાત કોઇ ના જાણે.

એક શબદનું વચન પાળવા રામાયણ સર્જાતી,
એક શબદનાં કટું વચનથી ચોપાટું મંડાતી.
રાજ ગયા ને તાજ ગયા છે એક શબદનાં ઘાણે.
અરે! શબદની વાત કોઇ ના જાણે.

નવ દેખ્યુંને બોલી નાંખ્યું, 'સરખે ભાગે વેચો.'
ભરી સભામાં મૌન કહે છે, 'ખેંચો વસ્તર ખેંચો.'
નર મર્યો કે મર્યુ જનાવર , વાત ભંગાણી પાણે.
અરે! શબદની વાત કોઇ ના જાણે.

કપટ કરીને હરણું બોલ્યું, 'આવો લક્ષ્મણ આવો.'
ક્રોધ કરીને ગૌતમ બોલ્યા, 'નારી પથ્થર થાઓ.'
ઈંન્દ્રાસનને, નિંદ્રાસનમાં ભેદ ભૂલાવે ટાણે.
અરે! શબદની વાત કોઇ ના જાણે.

વેદ ધરમમાં સંતન બોલ્યા ખૂબ વિચારી બોલો,
મોંઘો મોંઘો સોના કરતાં, બંધ કમાડે તોલો.
જે જાણી લે શબદ ગતિને એ જ સકળને માણે.
અરે! શબદની વાત કોઇ ના જાણે.

-- ભરત વાઘેલા

Gujarati Whatsapp-Status by Jignasha Parmar : 111030829
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now