ગજાનંદને મોદક ખાવાની ઇચ્છા હતી. તેથી તેઓ આવ્યા ઠુમક ઠુમક ધમ ધમ કરતાં ધરતી પર. આજે તો જેટલો પ્રસાદ છે એ ખાલી ન કરી નાખુ ને તો હું.. .....વિચારે છે...પછી બોલ્યા ચલો જવા દો..જે હોય તે...પણ મોદક ક્યાંય ખાવા ન મળ્યા.પણ એક જગ્યા એ આરતી નો સમય હતો..ત્યા ગયાં. જમણો પગ જોરથી પછાડી ને આસન પર બેઠા, પછી મોદક ને જોયા વિના રવાના થયા....અરે..! બાપા એ તો કુબેરનાં ભંડાર ખાલી કરી નાખ્યાતાં, તો એ મોદક ખાધા વિના જ પોતાની ઘેર ચાલ્યા ગયા...હકીકતમાં તો એ જગ્યાએ જેટલી મોદકની પ્રસાદી હતી તે બધીજ ગરીબોમાં આપવાની હતી તેથી બાપા ત્યાથી પેટ ભરીને ચાલ્યા ગયા હતા....
દોસ્તો આપણી આસપાસ એવા કેટલાક લોકો છે જેને મોદક ખાવો છે તો ચાલો કીપ સેરીંગ કીપ કેરીંગ...
- દર્શન લીંબડ