Gujarati Quote in Story by Deep Thakar

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાંજનો સમય હતો, સૂર્ય ધીરે ધીરે ક્ષિતિજ તરફ જુકતો જતો હતો. કેવો ગજબ નઝારો હતો ! જાણે એ ધગધગતો સૂર્ય દરિયામાં ડૂબકી લગાવતો હોય. મોજાં તો એની ધૂનમાં જ મદમસ્ત હતા અને ચંદ્રના દીદાર થી થોડા વધારે જ મોજમાં આવી ગયા હતા. અત્યાર સુધી દુરથી જ આવ-જા કરતા મોજાં હવે મારા પગને પંપાળવા લાગ્યા હતા. ક્ષિતિજ પર એક નાનકડી હોડી દેખાતી હતી, એ હોડી એની પાછળ સૂર્ય અને પછી જાણે દરિયાનો અંત. આવું જ ચિત્ર હું બાળપણમાં દોર્ય કરતો, આજે એ આંખો સામે જીવંત હતું. પ્રકૃતિનો આ ભરપુર નઝારો હું માણી રહ્યો હતો. મેં મારા હાથ થોડા ખુલ્લા કર્યા, થોડા ફેલાવ્યા અને જાણે અચાનક જ હવાઓએ મને ગળે લગાવી લીધો. પ્રકૃતિના આ પ્રેમ સામે હું નીહથ્થો થઇ ગયો અને હાથ એમ જ ખુલ્લા રહી ગયા. હવાઓ જાણે મારી પ્રેમિકાની જેમ મને ગળે લગાવીને કાનમાં કંઈ ધીમે ધીમે કહેવા માંથી રહી હતી અને હું એ સાંભળવા મથામણ કરી રહ્યો હતો. એટલામાં જ એક ચોખ્ખો અવાજ સંભળાયો......

'બેટા, ૭:૩૦ થયાં ઉઠી જ ચલ આજે સોમવાર છે તો આપણે મંદિરે જવાનું છે....'

Gujarati Story by Deep Thakar : 111030691
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now