The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કેમ વર્ણવું તારી આદતને ? જેમ જોગીને ચિલમની આદત હોય છે ? નહી જેમ સન્યાસીને વૈરાગ્યની આદત હોય છે ? નહી અતુલ્ય છે તું મારા માટે બસ એટલી મને ખબર છે અને ખબર છે તો એ કે બસ મને તારી આદત છે તારી એ અફીણી આંખોની આદત છે તારી એ બેપરવાહ વાતોની આદત છે તારી એ શરમાળ પ્રકૃતિની આદત છે તારી એ મસ્ત લહેરાતી ઝુલ્ફોની આદત છે તારી એ નિર્દોષ નાદાનીની આદત છે તારી એ પ્રીતની આદત છે તારી એ પ્રેમ કરવાની રીતની આદત છે તારી મારા માટેની લાગણીની આદત છે તારી એ ચોકલેટની માંગણીની આદત છે એમ જ ક્યારેક બાહોંમાં જકડી લે છે એની આદત છે એમ જ ક્યારેક મારો હાથ પકડી લે છે એની આદત છે મને એ હરેક વસ્તુની આદત છે જેની તને આદત છે કેમ કે તું જ મારી આદત છે તું જ મારી આદત છે .... - લાચાર
क्या होता है इश्क ? जो नशीब में हो पर कामिल ना हो जो करीब हो पर हासिल ना हो जो बेपरवाह हो जो बेमतलब हो जो बवंडर हो जो समंदर हो जो सादगी हो जो लाज़मी हो जो अनूठा हो जो अधुरा हो जो बारिश हो जो साजिश हो जो पैमाना हो जो मैखाना हो ना कोई बंदिश हो ना कोई रंजिश हो बस इश्क हो सिर्फ इश्क हो .... - लाचार
પ્રેમ એટલે ... બે વ્યક્તિઓની પરસ્પર એક જેવી લાગણી - લાચાર
સાંજનો સમય હતો, સૂર્ય ધીરે ધીરે ક્ષિતિજ તરફ જુકતો જતો હતો. કેવો ગજબ નઝારો હતો ! જાણે એ ધગધગતો સૂર્ય દરિયામાં ડૂબકી લગાવતો હોય. મોજાં તો એની ધૂનમાં જ મદમસ્ત હતા અને ચંદ્રના દીદાર થી થોડા વધારે જ મોજમાં આવી ગયા હતા. અત્યાર સુધી દુરથી જ આવ-જા કરતા મોજાં હવે મારા પગને પંપાળવા લાગ્યા હતા. ક્ષિતિજ પર એક નાનકડી હોડી દેખાતી હતી, એ હોડી એની પાછળ સૂર્ય અને પછી જાણે દરિયાનો અંત. આવું જ ચિત્ર હું બાળપણમાં દોર્ય કરતો, આજે એ આંખો સામે જીવંત હતું. પ્રકૃતિનો આ ભરપુર નઝારો હું માણી રહ્યો હતો. મેં મારા હાથ થોડા ખુલ્લા કર્યા, થોડા ફેલાવ્યા અને જાણે અચાનક જ હવાઓએ મને ગળે લગાવી લીધો. પ્રકૃતિના આ પ્રેમ સામે હું નીહથ્થો થઇ ગયો અને હાથ એમ જ ખુલ્લા રહી ગયા. હવાઓ જાણે મારી પ્રેમિકાની જેમ મને ગળે લગાવીને કાનમાં કંઈ ધીમે ધીમે કહેવા માંથી રહી હતી અને હું એ સાંભળવા મથામણ કરી રહ્યો હતો. એટલામાં જ એક ચોખ્ખો અવાજ સંભળાયો...... 'બેટા, ૭:૩૦ થયાં ઉઠી જ ચલ આજે સોમવાર છે તો આપણે મંદિરે જવાનું છે....'
થયું કે લાવ જાવ છું તો કઈ ભેટ સોગાત લઈ જાવ, ચિત્રનગરી ના ચિત્રો નહિ તો થોડા રંગોની છાંટ લઈ જાવ, વિશેષ માં શું લઈ જાવ ! શણગારી ને થોડા અલ્ફાઝ લઈ જાવ ? ખૂબ મથ્યો ખૂબ ફર્યો, પણ એના માટે મારાથી વિશેષ સોગાત કંઈ ના મળી..... - લાચાર
વરસાદ આવે તો ડામરમાંથી શું સુગંધ આવવાની ? એ ભીની માટીની મહેક માણવા હવે છેક દુર જાવું પડે છે. વેકેશન પડે ને ઘરે બેસી રે'વામાં શું મજા ? એ મામાના ઘરની મોજ માણવા હવે છેક દુર જાવું પડે છે. શેરીમાં સાથે ઉછરતાં, શેરીમાં જ સાથે રમતા, એ ભાઈબંધોની ભાઈબંધી માણવા હવે છેક દુર જાવું પડે છે. ફાગણ આવતો ને સીમ આખી કેસરી થઇ રે'તી એ કેસરી કેસૂડાને ચૂંટવા હવે છેક દુર જાવું પડે છે. નાના હતા ત્યારે મમ્મી પાસેથી જ રૂપિયો મળી રે'તો ને હવે એ જ 'રૂપિયો' રળવા છેક દુર જાવું પડે છે. રોજ આંગણે સવારે ચી-ચી કરતા કલબલાટ કરતી એ ચકલીઓનો કલરવ માણવા હવે છેક દુર જાવું પડે છે. ઘર માં જ મળી રે'તી દવા હર દર્દ ની ને શરદીની દવા લેવા હવે છેક દુર જાવું પડે છે. નજીકમાં જ હતી લાગણીઓની મીઠાસ ને સંબંધોની સાકાર મેળવવા હવે છેક દુર જાવું પડે છે. દીવા થી જ થઇ રે'તી ઝળહળ દિવાળી ને ફિક્કી રોશની ખરીદવા હવે છેક દુર જાવું પડે છે. બે અલગ ગામમાં રે'તા છતાં નજીક હતા એ લોકો ને શહેરમાં એકબીજાના ઘરે જવા હવે છેક દુર જવું પડે છે.... - લાચાર
હજી મને એની યાદ આવે છે ક્યારેક, ક્યારેક એમ થાય કે સાથે હોત તો સારું હતું, સારું હોત જો મળ્યા જ ના હોત આપણે, આપણે અજાણ્યા જ હોત, રસ્તાઓ મળ્યા જ ના હોત શાયદ, શાયદ મળી જાત જો નશીબમાં હોત, નશીબમાં હોત તો છુટા ના પડ્યા હોત, છુટા પડ્યા એક ખામોશી લઈને, પ્રેમ કરવાનો પણ છુપાઈ છુપાઈને, છુપાઈ છુપાઈને એક બીજાના ફોટા જોવાના, ફોટા જોવાના અને એકબીજાને યાદ કરવાનાં, યાદ કરીને ઊંઘ બરબાદ થાય છે ક્યારેક, હા, હજી પણ મને એની યાદ આવે છે ક્યારેક... - લાચાર
નાનો હતો હજી હાલ સુધી, બાળપણ હતું હજી કાલ સુધી, મોટો થઈને સંબંધોના દાવ-પેચ માં કેમ ફસ્યો એ યાદ નથી. મળતા માણસોને જોઇને હસવાની એક પરંપરા છે, પણ છેલ્લે દિલથી ક્યારે હસ્યો એ યાદ નથી. મોટા મોટા શહેરો ને ભીડ જાણે સમંદર, એમાં સ્નેહીઓનો સાથ ક્યારે છૂટ્યો એ યાદ નથી. અનેક ઉપકરણો સાથે રાખી, બધા સંબંધો હાથે રાખી, પોતાનાઓથી સંપર્ક ક્યારે તુટ્યો એ યાદ નથી. સંબંધો સાચવવાની લ્હાયમાં હંમેશા હું ખર્ચાતો રહ્યો, એમાં કોણે કેટલો લુંટ્યો એ યાદ નથી. હતું કાચું મકાન ને કાચો આખો રસ્તો, મારા ગામડાની ધૂળમાં કેટલો આળોટ્યો એ યાદ નથી. એ પાટી અને પેન જાણે આખું મારું બાળપણ, એક નો એક એકડો કેટલી વાર ઘૂંટ્યો એ યાદ નથી. બસ હું જ મારી સાથે છું ને એક મારી લાચારી, બાકી બીજું શું થયું એ કશું જ યાદ નથી... - લાચાર
બધા જ વિચારો ભેગા કરી કોઈ પંક્તિ બનાવું, તને મનાવવાની કોઈ યુક્તિ બનાવું ચલ દરિયાની રેતી થી કોઈ મહેલ બનાવું, એ ના પસંદ આવે તો તાજમહેલ બનાવું તને ગમે તો મસ્ત એક ઝરણું બનાવું, તને ગમે તો દિલ ને દરિયો બનાવું તને ગમે તો તારાઓની રોશની સજાવું, ના ગમે તો સુરજ થી બધા જ છુપાવું ચાલવું હોય તો બધે જ જાજમ બિછાવું, ઉડવું હોય તારે તો મસ્ત મજાના પંખ અપાવું તને મનાવવાની બધી જ રીત કરી જોઈ, બસ એક જ સપનું મારું કે તું કાયમ મારી હોય... - લાચાર
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser