Gujarati Quote in Whatsapp-Status by Nirav Patel SHYAM

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમદાવાદ સાથેની આઠ મહિનાની સફર આજે પૂર્ણ થશે. આ શહેર ઘણું શીખવી ગયું. ઘરે પાછા જતાં ઘણાં અનુભવોનું ભાથું સાથે બાંધીને જઈ રહ્યો છું  દિવસના અજવાળામાં આવી અને રાત્રીના અંધકારમાં આજે પાછો ચાલ્યો જઈશ. 
ગામડામાંથી આવી શહેરમાં વસવું થોડું મુશ્કેલી ભર્યું હોય છે, પણ સમય અને સંજોગો સાથે મેળ પડી જ જતો હોય છે. ક્યાંક ને ક્યાંક જરૂરિયાત માણસને ટકાવી જ રાખે છે. હું જ્યારે અમદાવાદમાં આવ્યો ત્યારે મેં અમદાવાદમાં જ હવે રહેવું એમ વિચારી લીધું હતું. પણ એમ કઈ આપણી ઈચ્છાએ થોડું અહીં રહી લેવાય છે. રોજ બરોજના ખર્ચ, પેટનો ખાડો પુરવાથી લઈ અને શાંતિની ઊંઘ માણવા માટે પણ ઘણોબધો પરિશ્રમ કરવો પડે છે. 
હું જે વિચારીને અમદાવાદ આવ્યો હતો તે સાર્થક ના થઇ શક્યું. કમાણી બધી ખર્ચમાં જ જવા લાગી જેના કારણે પાછું જવાનું વિચાર્યું. મમ્મી પપ્પાએ પણ કહ્યું ત્યાં એકલા રહેવા કરતાં અમારી સાથે જ ચાલ્યો આવ. એ પણ મા બાપ છે. ઘરેથી આવ્યો ત્યારે ૩૪ની કમ્મર હતી અને હવે જ્યારે પાછો જઈ રહ્યો છું ત્યારે ૩૧-૩૨ની થઈ ગઈ. એમને પણ ચિંતા થાય સ્વાભાવિક છે. 
14 તારીખે આવ્યો હતો.. 14 તારીખે જ પાછો વળું છું. હિસાબ બરાબર.

Gujarati Whatsapp-Status by Nirav Patel SHYAM : 111030516
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now